એશિયાઈ સિંહની વસ્તી ગણતરી

સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોનું એક્માત્ર નિવાસસ્થાન એટલે ગીર. ગીર ની પર્યાવાસ પ્રણાલી આ સદીની શરૂઆત થી ખતરાનાં આરે આવીને ઊભી રહેલી એશિયાઈ સિંહોની પ્રજાતિને બચાવીને સુરક્ષિત આવાસ પુરુ પાડવાનો દાવો કરે છે. ગુજરાત વનવિભાગે એશિયાઈ સિંહ  સંવર્ધનમાં વૈશ્વિક ડંકો વગાડ્યો છે. છેલ્લી સદીનાં અંત અગાઊ સિંહો લુપ્ત થવાનાં આરે ઊભા હતા અને પછી શરુ થયો સંરક્ષણનો દૌર. ૧૯મી સદીનાં સમયગાળા દરમ્યાન ઘણાં બધા સત્તાધિશો દ્વારા સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી. 

સન ૧૯૦૫ અને  ૧૯૨૦ નાં સિંહની વસ્તી અને વિસ્તાર વિગત બાબત ચોક્કસતા  સ્પષ્ટ નથી.


સન ૧૯૦૫ માં મેજર એચ. જી. કાર્નેગી  એ માત્ર ૬૦ થી ૭૦ એશિયાઈ સિંહ ગીરમાં બચ્યા હોવાનો દાવો કર્યો. જ્યારે, સન ૧૯૦૫ માં જુનાગઢ રાજ્ય વહીવટીતંત્ર દ્વારા આશરે ૧૦૦ જેટલા એશિયાઈ સિંહ ગીરમાં હોવાનો દાવો કર્યો. સન ૧૯૨૦ માં પી.આર. કેડલની સત્તામાં આશરે ૫૦ થી વધુ એશિયાઈ સિંહ ગીરમાં હોવાનાં  આંકડા જાણવા મળે છે. જ્યારે, સન ૧૯૨૦ માં રત્નાગર દ્વારા આશરે ૧૦૦ થી વધુ એશિયાઈ સિંહ ગીરમાં હોવાનાં  આંકડા જાણવા મળે છે.  

વર્ષ ૧૯૩૬ માં જુનાગઢ રાજ્ય દ્વારા ૨૮૭ સિંહની વસ્તી નોંધવામાં  આવી.


વર્ષ ૧૯૫૦ માં વાઈંટર બ્લાઈથ દ્વારા ૨૧૯ થી ૨૨૭ સિંહની વસ્તી નોંધવામાં  આવી.


વર્ષ ૧૯૫૫ માં વાઈંટર બ્લાઈથ દ્વારા ૨૯૦ સિંહની વસ્તી નોંધવામાં  આવી


વર્ષ ૧૯૬૩ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૨૮૫ સિંહની વસ્તી નોંધવામાં આવી.


વર્ષ ૧૯૬૮ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૧૭૭ સિંહની વસ્તી નોંધવામાં આવી.


વર્ષ ૧૯૭૪ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૧૮૦ સિંહની વસ્તી નોંધવામાં  આવી.


વર્ષ ૧૯૭૯ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૨૦૫ સિંહની વસ્તી નોંધવામાં  આવી.


વર્ષ ૧૯૮૫ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૨૩૯ સિંહની વસ્તી નોંધવામાં આવી.


વર્ષ ૧૯૯૦ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૨૮૪ સિંહની વસ્તી નોંધવામાં  આવી.


વર્ષ ૧૯૯૫ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૩૦૪ સિંહની વસ્તી નોંધવામાં  આવી.


વર્ષ ૨૦૦૧ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૩૨૭ સિંહની વસ્તી નોંધવામાં આવી.


વર્ષ ૨૦૦૫ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૩૫૯ સિંહની વસ્તી નોંધવામાં  આવી.


વર્ષ ૨૦૧૦ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૪૧૧ સિંહની વસ્તી નોંધવામાં  આવી.


વર્ષ ૨૦૧૫ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૫૨૩ સિંહની વસ્તી નોંધવામાં આવી.


વર્ષ ૨૦૨૦ માં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા ૬૭૪ સિંહની વસ્તી નોંધવામાં આવી.


વર્ષ ૧૯૬૮ થી ૨૦૨૦ સુધીની એશિયાઈ સિંહોની વસ્તી


જુન ૨૦૨૦ માં પુનમ અવલોકન આધારિત સિંહોની ટકાવારી સાથેની સંખ્યા 


પુનમ અવલોકન દરમ્યાન નોંધાયેલ એશિયાઈ સિંહોનું લેન્ડસ્કેપ


જુન ૨૦૨૦ પુનમ અવલોકન દરમ્યાન વિસ્તાર પ્રમાણે નોંધાયેલ એશિયાઈ સિંહની સંખ્યા


જુન ૨૦૨૦ પુનમ અવલોકન દરમ્યાન વિસ્તાર પ્રમાણે નોંધાયેલ એશિયાઈ સિંહની સંખ્યા


જુન ૨૦૨૦ પુનમ અવલોકન દરમ્યાન વિસ્તાર પ્રમાણે નોંધાયેલ એશિયાઈ સિંહની સંખ્યા


જુન, ૨૦૨૦ પુનમ અવલોકન દરમ્યાન જિલ્લા પ્રમાણે નોંધાયેલ એશિયાઈ સિંહોની સંખ્યા


છેલ્લી ત્રણ સિંહ ગણતરી દરમ્યાન નોંધાયેલ એશિયાઈ સિંહોની ટકાવારી સંખ્યા


આવો..... સાથે મળી.....

ગીરને સમૃધ્ધ કરીએ...... 
સિંહ ને સમૃધ્ધ કરીએ......




"હું સિંહ સાથે છું, હું ગીર સાથે છું"

સંકલન: મયંક ભટ્ટ (Save Lion) 
https://www.facebook.com/SAVEASIATICLIONGUJARAT
saveasiaticlion@gmail.com