વિશ્વપ્રસિદ્ધ એશિયાટિક સિંહને મુક્ત રીતે વિહરતા જોવાનું એક માત્ર સ્થળ એટલે "સાસણ ગીર". 
મિત્રો અહીં પ્રસ્તુત છે, સાસણ ગીર માં સફારી નો આનંદ લેવા માટે ઓનલાઈન બુકીંગ કરવાની માહિતી.
https://girlion.gujarat.gov.in/


https://youtu.be/-JokZLyEcvQ
ઉપરોક્ત લિંક પર જવાથી આપના મોબાઈલ પર આ રીતે વેબસાઈટ ખુલી જશે.

https://www.facebook.com/VishalTheGreenWoodsResort/
હવે, આ સાઈટ પર "ગીર જંગલ ટ્રેલ" કે જે તમને સાસણ ગીર નેશનલ પાર્ક માં સફારી કરવાની બુકીંગ વિન્ડો તરફ લઈ જશે. "GIZ દેવળીયા બસ સફારી" કે જે તમને દેવળીયા સફારી પાર્ક માં બસ દ્વારા સફારી કરવા માટે ની બુકીંગ વિન્ડો તરફ લઈ જશે. "GIZ દેવળીયા જીપ્સી સફારી" જે તમને દેવળીયા સફારી પાર્ક માં જીપ્સી દ્વારા સફારી કરવા માટેની બુકીંગ વિન્ડો તરફ લઈ જશે.
https://www.facebook.com/SAVEASIATICLIONGUJARAT/

 "About" માં ગીર સેન્ચુરી ની માહિતી આપી છે.
"Gir Orientation Centre" ની માહિતી આપવા માં આવી છે.
"Gir Souvenir Shop" ની માહિતી આપવા માં આવી છે.

"Gir Arboretum & Birding Point" ની માહિતી પણ આપને જોવા મળશે.
https://www.facebook.com/save.lion.7
"Amphitheatre" વિશે ની માહિતી આપવા માં આવી છે. જ્યારે તમે ઓનલાઈન બુકીંગ કરી સાસણ ગીર સફારી નો આનંદ માણવા જશો ત્યારે, સાસણ ગીર "સિંહસદન" માં આપની બુકીંગ વિશે ની માહિતી લઈ પહોંચવું પડશે. સિંહ સદન માં આપ ઉપરોક્ત જગ્યા નો આનંદ લઈ શકશો. હવે, વાત કરીએ આગળ કે જે ખુબજ જરૂરી છે.
https://youtu.be/UMVOJgHi5NQ

હવે, જ્યારે તમે એશિયાઈ સિંહ ને જોવા જવાનું મન બનાવી જ લીધું છે. તો, તમારે આ સફારી માં એક પથદર્શક Guide ની જરૂર પડશે.જે તમને સિંહ સદન માંથી ઉપલબ્ધ કરાવવા માં આવશે. એક સફારી ટ્રીપ ની ૪૦૦ રુ. Guide ની ફી છે.

હવે, તમે સફારી માં ગાઈડ સાથે જવા તૈયાર છો, પરંતુ જંગલ સફારી ની અસલી મજા તો ખુલ્લી જીપ્સી માં બેસી ને આવે. એ માટે સિંહ સદન ખાતે તમારા માટે જીપ્સી ની વ્યવસ્થા રાખેલ છે. ગીર જંગલ ટ્રેલ માટે તમારે જીપ્સી માટે ૧૭૦૦ રુ. અને દેવળીયા સફારી પાર્ક માટે ૧૫૦૦ રુ. ચૂકવવા પડશે.
https://www.facebook.com/JAYAJAYAGARVIGUJARAT/

હવે જ્યારે તમે ગાઈડ ની સાથે જીપ્સી માં જંગલ સફારી માટે તૈયાર છો, ત્યારે આ યાદગાર સફર કાયમ માટે યાદ રહે એ માટે આપને કેમેરા ફી તરીકે ૨૦૦ રુ.ચૂકવવા પડશે.

 હવે, તમે તૈયાર છો.. તો પછી કરો ઓનલાઈન બુકીંગ. "ગીર જંગલ ટ્રેલ" પર ક્લિક કરશો એટલે બુકીંગ વિન્ડો ખુલશે. કઈ તારીખે તમારે સફારી માં જવું છે, ફટાફટ માહિતી ભરી દો.
https://www.facebook.com/forestofgujarat/

 બુકીંગ કરતી વખતે સફારી નાં સમય પણ જોઈ લેજો. ગીર નું જંગલ કાયમ ૧૬ જુન થી ૧૫ ઓકટોબર સુધી બંધ રહેતું હોય છે. એ ખાસ ધ્યાન રાખજો.

સમય પત્રક જોયા પછી એક નજર જીપ્સી ની પરમીટ ફી વિશે પણ જોઈ લો, જેથી તમને ઓનલાઈન બુકીંગ કરી પેમેન્ટ કરવાની સહુલિયત રહેશે. જીપ્સી માં ૬ વ્યક્તિ બેસી ને જઈ શકશે.

 હવે, વાત કરીએ દેવળીયા સફારી પાર્ક માં જીપ્સી દ્વારા સફારી નો આનંદ માણવા ઉપરોક્ત વિન્ડો પર જાઓ.

 જીપ્સી દ્વારા દેવળીયા સફારી પાર્ક માં જવા માટેનું સમય પત્રક ખાસ નોંધી લેજો.

દેવળીયા સફારી પાર્કમાં જીપ્સી પરમીટ ની ફી ૮૦૦ રુ. રાખેલ છે. આમ, આપ જીપ્સી દ્વારા દેવળીયા સફારી પાર્ક નો આનંદ તમારા પરિવાર સાથે માણી શકો છો.


શનિવાર- રવિવાર તથા તહેવારના દિવસો માં સફારી નો ચાર્જ અલગ રહેશે. જે ઉપર પ્રમાણે છે, સાથે સફારી પરમીટ બાબતની મહત્વની માહિતી પણ મુકવા માં આવી છે.

દેવળીયા સફારી પાર્કમાં આપ બસ દ્વારા પણ આનંદ લઈ શકો છો. આ રહી તેની માહિતી.

 દેવળીયા સફારી પાર્ક નું બસ સફારી નું સમય પત્રક પર એક નજર કરી લેજો, જેનાથી આપ ને સફારીનું બુકીંગ કરવામાં સરળતા રહે. ખાસ નોંધ: દર બુધવારે દેવળીયા સફારી પાર્ક બંધ રહે છે.

બસ દ્વારા દેવળીયા સફારી પાર્ક માં આનંદ માણવા માટે નો વ્યક્તિ દીઠ સોમવાર થી શુક્રવાર ૧૫૦ રુ. તથા શનિવાર- રવિવાર અને તહેવાર નાં દિવસો માં ૧૯૦ રુ. ની ચાર્જ રહેશે.

 આશા રાખીએ છીએ કે, આ માહિતી તમને ખુબજ જરૂરી સાબિત થશે, ગીર સફારી નો આનંદ માણવા માટે. પરંતુ અમારે સફારી માં સાસણ ગીર પહોંચવું કેવી રીતે????

આ રહ્યું સરનામું, ફોન નંબર અને ઈમેઈલ. તો પછી રાહ શું કામ જોવાની ચાલો ઉઠાવો મોબાઈલ અને કરો સફારી બુકીંગ અને પધારો સિંહ દર્શન કરવા.

મીત્રો, SAVE ASIATIC LION દ્વારા આપને માહિતી પહોંચાડવા માં આવી છે. આપને માહિતી કેવી લાગી? એ કોમેન્ટ કરી જણાવજો.
Save Lion
For more, follow SAVE ASIATIC LION
#હુંસિંહસાથેછુંહુંગીરસાથેછું
#SaveLion
#SAVEASIATICLION
#ByeByePlastic
#WORLDLIONDAY
#બૃહદગીરનોસાવજ

ખાસ નોંધ: આ લખાણ SAVE ASIATIC LION ની પરવાનગી વગર કોપી ન કરવી.