સિંહ પાણી માં તરી જ શકે છે, એટલે હવેથી કૂવામાં પડી ને મૃત્યુ પામતાં સિંહો માટે ડૂબી ને મરી ગયાં નાં કારણો ધરી ફાઈલ બંધ નાં કરી દેતાં..... બીજા રસ્તે તપાસ કરજો, બીજી શક્યતાઓ ની પણ ચકાસણી વનવિભાગ કરે તે અત્યંત જરૂરી છે......
વિસાવદરના વિરપુરની ઘટનાથી વન તંત્ર પણ અચંબિત..... અને અચંબિત થવું જ જોઈએ.... કાયમ કૂવામાં પડી પાણી માં ડૂબી ને સિંહનાં મૃત્યુ થયાનું ગાણું વનવિભાગ ગાતું હોય છે. ત્યારે, આ ઘટના દાખલા રૂપ છે......
સિંહણે ૭૦ ફૂટ પહોળી, ૫૦ ફૂટ ઊંડી નદીમાં તરીને બકરાંનો કર્યો શિકાર......
સિંહ પાણીમાં તરતા નથી તેવી માન્યતાને ખોટો પાડતો કિસ્સો સામે આવ્યો છે. ૭૦ ફુટ પહોળાઈ અને ૪૦થી ૫૦ ફુટ ઉંડાઈ ધરાવતી નદીમાં સામા કાંઠે શિકાર કરવા માટે નદીમાં તરીને સિંહણ ગઈ અને ત્યાં શિકાર કરી પરત નદીમાં તરી આવી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે લોકોમાં માન્યતા છે કે, સિંહ પાણીમાં તરતો નથી પરંતુ આ ઘટનાને ખોટી ઠેરવતો કિસ્સાને રેર ઓફ ધ રેર ઘટના માનવામાં આવી રહી છે.
વિસાવદર તાલુકાના વિરપુરની નજીક પસાર થતી ઉતાવળી નદીના એક કાંઠે સિંહણ શિકારની શોધમાં લટાર મારતી હતી તેવામાં તેને - નદીના સામા કાંઠે શિકાર નજરે ચડ્યો હતો. માલધારી પોતાના બકરા ચરાવી રહ્યા હતા ત્યારે નદીના સામા કાંઠેથી પાણીમાં તરીને સિંહણ બકરાની નજીક આવી અને તરાપ મારી બકરાને મોંમાં પકડી પરત નદીમાં ચાલતી થઈ ગઈ હતી. તે નદીના બીજા કાંઠે જઈ બકરાને લઈ બહાર નીકળતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. સિંહ નિષ્ણાંતો તથા વન વિભાગ ના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને રેર ઓફ રેર કહી શકાય તેમ છે. કેમ કે, સિંહ ઘણીવાર પાણીમાં તરે છે પરંતુ શિકાર સાથે ૭૦ ફુટ પહોળાઈ અને ૪૦થી ૫૦ ફુટ ઉંડાઈ ધરાવતી નદીમાં ૪૦-૫૦ કિલોનું બકરૂ મોંમાં લઈ એક કાંઠેથી બીજા કાંઠે સિંહણ જતી હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે.
સિંહ ઘણીવાર દરિયામાં તરે છે તથા રાવલ ડેમમાં તરતો હોય તેવી ઘટના પણ પ્રકાશમાં આવી છે પરંતુ મારણ સાથેની ઘટના પ્રથમવાર સામે આવતા સિંહપ્રેમીઓ
ખુશખુશાલ થયા છે. વિરપુરના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જેઠાભાઈ ભરવાડ પોતાના બકરા ચરાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. સિંહો વિશે અનેક પ્રકારની ગેરમાન્યતા ચાલી રહી છે. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે, સિંહો પાણીમાં જતા ડરે છે પરંતુ હકીકતમાં સિંહને જરૂર લાગે ત્યારે તે આસાનીથી પાણીમાં તરે છે. વન વિભાગના અધિકારીઓ તથા સિંહોના નિષ્ણાંતોએ સ્વીકાર્યું છે કે, વિરપુરની ઘટનાએ અનેક ગેરમાન્યતાઓને ખોટી ઠરાવી દીધી છે તથા સિંહ કેટલા કાબેલ હોય છે તેનો આ ઉત્તમ દાખલો છે.
Save Lion
SAVE ASIATIC LION Save Asiatic Lion INDIA SAVE ASIATIC LION પ્રકૃતિ દર્શન Prakruti Darshan
#savelion #SAVEASIATICLION #savelions #GujaratForestDepartment #visavadar #lions #asiaticlion #પ્રકૃતિદર્શન #prakrutidarshan

0 Comments