#cmscop13

ગાંધીનગર ખાતે ફેબ્રુઆરી- ૨૦૨૦ના યોજાયેલ CMS COP 13 સમિટ ભારત સહિત વિશ્વના યાયાવર પક્ષીઓના જતન અને સરંક્ષણ માટે ખુબજ ફળદાયી બની. આ કોન્ફરન્સ નુ આયોજન ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલયના યજમાન પદે કરવામા આવેલ હતુ. 

  • યાયાવર પક્ષિઓ એક દેશથી બીજા દેશ અને એક ખંડથી બીજા ખંડનો પ્રવાસ કરીને દેશ-દુનિયાને એકબીજાથી જોડે છે. 
  • ગુજરાત યાયાવર-માઇગ્રેટરી બર્ડઝ માટે એક અગત્યનો પ્રદેશ.
  • ગુજરાતે વર્ષોથી વ્હેલ, શાર્ક, એશિયાટિક લાયન, ઘુડખર અને કાચબા જેવા જીવો તેમજ ઘોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણ તેમજ જતનમાં સફળતા મેળવી.
  • આ કોન્ફરન્સ વર્ષ ૨૦૨૦ બાદના બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક માટેના ગાંધીનગર ડેકલેરેશન માટે અગત્યની બની રહેશે. 

પ્રધાનમંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે સ્થળાંતર કરતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ પર ૧૩મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો વીડીયો કોન્ફરન્સ દ્વારા શુભારંભ કરાવ્યો હતો. 

પ્રધાનમંત્રીશ્રી નરેંદ્રભાઈ મોદીએ સ્થળાંતર કરતા વન્યપ્રાણીઓ ની પ્રજાતીના સંરક્ષણ માટે ની ૧૩મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નો વિડીયો કોન્ફરન્સ દ્વારા ગાંધિનગર ખાતે શુભારંભ કરાવતા ભારપુર્વક જણાવ્યુ હતુ કે, ભારત વિશ્વમા સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયાના કુલ ભુમિ વિસ્તાર માંથી ૨.૪% હિસ્સા સાથે ભારત જૈવ વિવિધતા મા અંદાજે ૮% જેટલુ યોગદાન આપે છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી એ યાયાવર પક્ષીઓ ને "વસુધૈવ કુટુંબકમ" ની ભારતિય વિચારધારાને જોડનાર પક્ષીઓ ગણાવ્યા હતા. તેમણે આ સંદર્ભમા જણાવ્યુ હતુ કે, એક દેશથી બિજા દેશ અને એક ખંડ થી બિજા ખંડ નો પ્રવાસ કરતા યાયાવર પક્ષીઓ દેશ- દુનિયાને જોડે છે. આવા વન્યજીવો ના સંરક્ષણ માટે એક થઈ ને સહિયારા પ્રયાસો કરવા આહવાન કર્યુ હતુ.  

 

માત્ર નિયમો નહી, પરંતુ લોકજાગૃતિ થી અને લોકસહયોગ થી યાયાવર પક્ષીઓ સહિત સમગ્ર વન્યજીવો તથા સૃષ્ટિનુ જતન શક્ય થશે. ભારતે જીવસૃષ્ટિ ના સંરક્ષણ માટે હમેશા દ્રષ્ટિ, સમષ્ટિ અને સૃષ્ટિનો મંત્ર અપનાવેલ છે. તેમ ગાંધિનગર ખાતે યોજાયેલ CMS COP 13 ના ઉદઘાટન પ્રસંગે કેંદ્રિય પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેંજ મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે  જણાવ્યુ હતુ.  


કેંદ્રિય પર્યાવરણ મંત્રીશ્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યુ હતુ કે, આ સમિટના માધ્યમથી વિચરતી પ્રજાતીઓ ને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી તેને દુર કરાશે. 


કંવેંશન ઓન માઈગ્રેટરી સ્પિસિસના એક્ઝિક્યુટિવ સેક્રેટરી શ્રીયુત એમી ફ્રેંકલે એ જણાવ્યુ હતુ કે, યાયાવર પક્ષિઓના સંરક્ષણ માટે કંવેંશન ઓન માઈગ્રેટરી સ્પિસિસ ની આ બેઠક ખુબજ મહત્વની છે.
 

આ પ્રસંગે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ CMS COP 13 થીમ આધારિત "માય સ્ટેમ્પ" નુ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામા આવ્યુ હતુ. 



આ પ્રસંગે રાજ્યના કેબિનેટ અને રાજ્યક્ક્ષાના મંત્રીમંડળ ના સભ્યશ્રીઓ, વિવિધ રાજ્યો અને દેશના મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, પર્યાવરણ વિદો, સંશોધકો, અને દેશ વિદેશથી આવેલા ડેલિગેટ્સ હાજર રહ્યા હતા.    

#cmscop13, #unenvironment #cms #cmscop #gujaratforest #savelion #saveasiaticlion