સાવરકુંડલા રેન્જ માં સાવજો ને મુક્ત કરાયા


   અમરેલીનાં સાવરકુંડલા રેન્જમાં  રેસ્ક્યુ કરાયેલ ૫ સિંહોને ફરી જંગલ માં મુક્ત કરાવામાં આવ્યા હોવાનો.વિડીયો વનવિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.
    ૧ સિંહણ અને એનાં ૪ પાઠડા ને મિતિયાળા અભ્યારણ નજીક વન વિભાગ દ્વારા છોડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા સિંહણ અને ચાર સિંહ પાઠડાને પકડી ને સારવારમાં રાખ્યા હતા.

     ગત રાત્રે વનવિભાગ દ્વારા સિંહોને સારવાર બાદ ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હોવાનું વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
      વનવિભાગ દ્વારા પ્રશંશનિય કાર્ય. પરંતુ, એક સવાલ જરૂરથી થાય છે કે, જો સિંહો સ્વસ્થ થઈ ને જંગલમાં મુક્ત કરવામાં આવી રહ્યાં હોય, તો પછી શું કામ વનવિભાગ માત્ર વિડીયો જાહેર કરી સંતોષ માને છે. આ સિંહો માં કયો રોગ હતો અને કેવી સારવાર બાદ સિંહો મુક્ત થયાં. એ બાબત ની માહિતી તથા સિંહો ને મુક્ત કરતી ઘડીએ કોઈ મીડિયા અથવા વનવિભાગની વ્હાલી દવલી કોઈ NGO ને સાથે કેમ રાખવમાં નથી આવી?

       વનવિભાગ ૧૦૦% સરાહનીય કાર્ય કરે છે. તો પછી આ કાર્ય માં પારદર્શિતા કેમ નહીં? વન વિભાગ ના અધિકારીનાં નિવેદન ને ધ્યાન માં લઈ એ તો એમના કહેવા પ્રમાણે, "આ બધું રૂટિન કાર્ય છે, એમાં કઈ નવું નથી કે ચિંતા કરવા જેવું નથી" તો એ પ્રમાણે આ વીડિયો ની ગત રાત્રીનો જ છે? એ કેવી રીતે માણી શકાય. કોઈ પ્રમાણ કે આધાર વનવિભાગ રજૂ કરે એ ખુબજ જરૂરી છે.
https://youtu.be/RDgv-YHb-ms
       જ્યારે, સિંહોનાં મૃત્યું નાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેમ જાહેર નથી કરવામાં આવતાં? સિંહો નાં જ મૃત્યુ કેમ કૂવામાં પડી ને થાય છે? આવા, અનેક સવાલ ઊભાં જ છે. ત્યારે, આ વીડિયો ની સત્યતા ચકાસવી જ રહી. બાકી હકીકત તો એક જ છે, સિંહો નાં મૃત્યું થઈ રહ્યા છે. આવનારો સમય સિંહો માટે કપરો સાબિત થઈ રહ્યો છે.

"લોકડાઉનમાં છૂટછાટ મળી છે. ત્યારે, સચેત રહીએ, સ્વસ્થ રહીએ, "કોરોના" વિરુદ્ધ લડાઈ માં સરકાર નાં આદેશો નું પાલન કરીએ"
#IndiaFightsCorona #StayHome #StaySafe

Save Lion
For more, follow SAVE ASIATIC LION
#હુંસિંહસાથેછુંહુંગીરસાથેછું
#SaveLion
#SAVEASIATICLION
#ByeByePlastic
#WORLDLIONDAY
#બૃહદગીરનોસાવજ
#GIR #FOG #અટલવનીકરણ
#તુલસીમહાઅભિયાન